શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ ( ચારસો ઘર ) ની ઓનલાઇન ડિરેક્ટરી ના હેતુ માટે બનાવેલી આ એપ્લિકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે.
આ એપ્લિકેશન શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ માટે જ વિકસાવવામાં આવી છે.
આ એપ્લિકેશન ડાઉનલોડ કરી બોરસદ લેઉવા પાટીદાર સમાજના દરેક સભ્યો પોતાના પરિવાર ના સભ્યોની સંપૂર્ણ માહિતી પોતે જ દુનિયાના કોઈપણ સ્થળે થી વિગતવાર ભરી શકે છે , જેવી કે, પરિવાર ના મુખ્ય વ્યક્તિનો ફોટો, પરિવાર ના મુખ્ય મુખ્ય વ્યક્તિ નું પૂરું નામ ,જન્મ તારીખ, મોબાઈલ નંબર ,અભ્યાસ, રહેઠાણનું સરનામું, વ્યવસાય કે નોકરી નું સરનામું, બ્લડ ગ્રુપ જેવી માહિતી ભરી શકે છે .
આજ રીતે પોતાના પરિવાર ના અન્ય સભ્યોની સવિસ્તૃત માહિતી ભરી શકાય છે.
આ એપ્લિકેશન નો મુખ્ય હેતુ શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ હેઠળ આવરી લેતા સભ્યો ની સંપૂર્ણ માહિતી એકબીજા સુધી ટેકનોલોજી નો ઉપયોગ કરી યોગ્ય માધ્યમ પહોંચાડવા નો છે.